ભરૂચ જિલ્લામાં ચાર તબક્કાઓમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એક જુન થી ૨૪ જુલાઈ સુધી વિશ્વ વસ્તી દિવસ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે.
ભરૂચ- સોમવાર- ભરૂચ જીલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી “માતા અને બાળકની સુખાકારી ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર”ની થીમ પર અને “વિકસિત ભારતની નવી પહેચાન નિયોજન દરેક દંપત્તીની શાન” સૂત્ર આધારિત ચાર તબક્કામાં એક જુન થી ૨૪ જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
ભરૂચ જીલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ “માતા બાળક સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર”ની થીમ અને “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપત્તીની શાન” સૂત્ર આધારિત, વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૪ ઉજવણી કરવામાં આવનાર છે જેનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયમાં આ બાબતની જાગૃતિ વધુ તેમજ, “ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર” દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ સુખ લાવવાનો છે.
જે અંતર્ગત જીલ્લાકક્ષા તેમજ તાલુકાકક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧ થી ૨૦ જૂન સુધી કુટુંબ નિયોજનની કાયમી અને બીનકાયમી પદ્ધતિના પ્રચાર પ્રસાર માટે IEC સામગ્રી તૈયાર કરાવી તેના વિતરણ દ્વારા તેમજ મીડિયા દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે.
બીજા તબક્કામાં ૨૭ જૂન થી ૧૦ જૂન દરમિયાન સામુદાઇક બેઠકો, સ્થાનિક નેતાઓ પ્રભાવકો અને હિમાયતીઓને સામેલ કરીને સગર્ભાવસ્થામાં અંતરના ફાયદા વિશે પરિવારોને જાગૃત કરવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવશે.
ત્રીજા તબક્કામાં ૧૧ જુલાઈના રોજ જીલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ “વિશ્વ દિવસ” રેલીનું આયોજન કરવામાં આવશે. તેમજ ૧૧ થી ૨૪ જુલાઈ ગર્ભનિરોધક પદ્ધતિ માટે દંપત્તીઓનું કાઉન્સલિંગ દ્વારા કુટુંબ નિયોજક પદ્ધતિ માટે તૈયાર થયેલ દંપત્તીઓને સેવા પૂરી પાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કે- જીલ્લા કક્ષાની સરકારી હોસ્પીટલમાં કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિઓ આયોજન કરવામાં આવશે. ચોથા તબક્કામા સારી કામગીરી કરનાર કર્મચારીઓને તાલુકા કક્ષાએ અને જીલ્ડ પ્રોત્સાહન આપવામાં આવશે. તેમ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.