BHARUCHHANSOT

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોલીસકર્મીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ!

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર તથા ડ્રાઇવરનો અન્ય વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. પીઆઈનો રાઇટર ડાન્સ કરી મનોરંજન પૂરું પાડી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા દારૂબંધીનું પાલન કરાવતી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. વાત્સલ્યમ્ સમાચાર આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર હિતેશભાઈ તથા પોલીસની ગાડી ચલાવતો ડ્રાઇવર તથા અન્ય ઈસમો એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ખાખી પર દાગ લગાવતા પોલીસકર્મીઓ સામે હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે.

માહિતી મુજબ, બે દિવસ અગાઉ જ ભરુચ એલસીબી પોલીસે બે પોલીસકર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવાનાં મામલે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે હવે હાંસોટમાંથી પણ આવો જ કિસ્સો સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લોકો માની રહ્યા છે. સમગ્ર વાઇરલ વીડિયો મુદ્દે હાંસોટ પોલીસ મથકનાં પી.આઈ કે.વી લાકોડિયાનો સંપર્ક કરતા તેઓ પણ આ વાતથી અજાણ હોય જેથી તેમણે પણ મીડિયા પાસેથી વીડિયો મેળવી તેમાં દેખાતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

Back to top button
error: Content is protected !!