BHARUCHBHARUCH CITY / TALUKO

ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ: 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા, અંકલેશ્વરની મોદી હોસ્પિટલ ખસેડાયા, દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના બની છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી.
જેમાં 10થી વધુ કામદારો દાઝયા હોવાની માહિતી સામે આવી છે. દાઝેલા તમામને ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કંપનીના પ્લાન્ટમાં કોઈ કારણોસર પ્રચંડ ધડાકો થયો હતો, જેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આગ એટલી વિકરાળ છે કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. બ્લાસ્ટને પગલે કંપનીમાં કામ કરતા કામદારો અને આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જીવ બચાવવા માટે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાંથી ફાયર ટેન્ડરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં હજુ તપાસ ચાલુ છે. હાલ પ્રાથમિકતા આગ પર કાબૂ મેળવવાની અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે.

Back to top button
error: Content is protected !!