
તા.

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલૂકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયત તલાટી દ્વારા મનસ્વી વહીવટી કરી જનતા છેતરવામાં આવી રહી છે.તે બાબતે નિષ્પક્ષ તપાશ કરવા ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતન સરપંચ વાલાબેન વસંતભાઇ ભાભોર ચુટાયેલા સરપંચ છે.તેમની જગ્યાએ તેમના પુત્ર મનોજભાઈ તેમના પતિ ભાભોર વસંતભાઇ વાલાભાઈ જાતે વહીવટ કરી રહ્યા છે.હાલ ગ્રામ પંચાયતમાં કુલ ટોટલ ૧૦ સભ્યો છે.આ સરપંચ ના પુત્ર અને પતિ ગ્રામ જનોને જાણ કર્યા વિના ઓન પેપર સામાન્ય સભા,કે ગ્રામસભા યોજી કોઈ પણ પ્રકારના આયોજન વગરજ નાણાંપંચનિ ગ્રાન્ટનો બારોબાર વહીવટ કરીરહ્યા છે. ચુટાયેલા વોર્ડ સભ્યો કે ગ્રામજનોને જાણ કર્યા વિનાજ બંદ બારણે ગ્રામસભા યોજાઇ જે છે.સરપંચ વોર્ડ સભ્યોની સંમતી વગર કે વિશ્વાસમાં લીધા વગર કામોનું આયોજન કરેછે. તથા તલાટી ક્રમમંત્રી લીલવા ઠાકોર ના ગ્રામજનો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરે છે.જેથી આ તલાટી ક્રમમંત્રીની તાત્કાલિક બદલી કરી તથા અન્ય કોઈ સારા અધિકારીની નિમણૂક કરવા ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી.સાથે સાથે નાણાપંચની ગ્રાન્ટ ગ્રામજનોના ઉપયોગી કાર્યમાં વપરાય તેવી તકેદારી લેવા જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરવામાં આવી છે



