સુરેન્દ્રનગર શહેર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.16/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી વચ્ચે, ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવવા તેમજ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક સૌહાર્દનો સંદેશો પાઠવવા માટે સુરેન્દ્રનગર શહેર ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા અને દેશભક્તિનો અદમ્ય ભાવ પ્રગટ કર્યો હતો શહેરના મેગામોલ પાસેથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો જે ટાકીચોક થઈને પતરાવાળી હોટલ સુધી પહોંચી હતી આ યાત્રામાં સમાજના તમામ વર્ગના નાગરિકોની સાથે સાથે અનેક રાજકીય અગ્રણીઓ અને દેશના પૂર્વ સૈનિકો પણ ગર્વભેર જોડાયા હતા હાથોમાં આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવીને નાગરિકોએ જોશીલા દેશભક્તિના નારા લગાવ્યા હતા અને ભારતીય સેનાના અપ્ર? પરાક્રમને સલામી આપી હતી આ તિરંગા યાત્રા દ્વારા સ્વતંત્રતા આંદોલન દરમિયાન દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને પણ ભાવપૂર્ણ સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી સિંદુર દ્વારા પડોશી દેશ પાકિસ્તાનને ઘુંટણીયે લાવી દેનાર અને સીઝ ફાયર માટે મજબુર કરનાર ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા સુરેન્દ્રનગરમાં ગુરૂવારે તીરંગા યાત્રાનું આયોજન કરાયુ હતુ જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, નરેશભાઈ કૈલા સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો, શહેરના વિવિધ એસોસિયેશનના સભ્યો, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓના કાર્યકરો જોડાયા હતા તિરંગા યાત્રા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરના રાજમાર્ગો પર ફરી હતી ઓપરેશન સિંદુરની આગેવાની મહિલા ફૌજીઓએ લીધી હોવાથી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી હતી યાત્રામાં સામેલ થયેલા પૂર્વ સૈનિકોએ આ પ્રસંગે પોતાના દેશસેવાના અનુભવો વર્ણવીને ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે તેઓ કોઈપણ ભોગે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા કાયમ તૈયાર છે રાજકીય નેતાઓએ પણ આ પ્રકારના આયોજનોને બિરદાવીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મહત્વ પર ભાર મૂક્યો હતો સુરેન્દ્રનગરના નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને એકતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




