
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
આજ રોજ તા.૧૦/૦૬/૨૦૨૬ નાં રોજ બજાર સમિતિ, વાલીઆનાં બીજા ટર્મના ચેરમેન ની ચુંટણી જીલ્લા રજીસ્ટાર સ.મ.ભરૂચ શ્રી પરેશભાઈ બી. કણકોટીયા નાં અધ્યક્ષસ્થાને બજાર સમિતિ, વાલીઆ નાં કાર્યાલય ખાતે યોજાયેલ હતી. જેમા બજાર સમિતિ નાં ચેરમેન તરીકે શ્રી યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહિડા ના નામની ૧(એક) જ દરખાસ્ત મળતા ચુંટણી અધિકારી દ્વારા બજાર સમિતિ, વાલીઆ ના બીજા ટર્મના ચેરમેન તરીકે યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહિડા ને બીન હરીફ વીજેતા જાહેર કરી ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ.
તેમજ બજાર સમિતિ, વાલીઆ ના બીજા ટર્મનાં વાઇસ ચેરમેન ની ચુટણી બજાર સમિતિ, વાલીઆનાં ચેરમેન યોગેન્દ્રસિંહ જશવંતસિંહ મહિડા ના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ હતી. જેમા બીજા ટર્મના વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ મુળજીબાવા સુરતીયા ના નામની ૧(એક) જ દરખાસ્ત મળતા ચેરમેન દ્વારા બજાર સમિતિ, વાલીઆ ના બીજા ટર્મનાં વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ મુળજીબાવા સુરતીયા ને બીન હરીફ વીજેતા જાહેર કરી વાઇસચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ છે.
ચુંટાયેલા ચેરમેન / વાઇસ ચેરમેન દ્વારા બજાર સમિતિ થકી ખેડુતમિત્રોની ખેતપેદાશોનાં પોષણાક્ષમ ભાવો મળી રહે તે માટે ભવિષ્યમાં ખેતપેદાશોનાં પ્રોસેસીંગ યુનીટો ઉભા કરી ખેડુતોનાં આર્થિક ઉત્થાન માટે જરૂરી તમામ પગલા લેવાની ખાત્રી આપવામાં આવેલ છે.


