
તા.૦૬.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા ના જેસાવાડા ખાતે “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
“ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ”ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અવિનાશ ડામોર ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ અભિયાન અંતર્ગત જેસાવાડા હાટ બજારમાં ભવાઈ દ્વારા લેપ્રસી, ટીબી, મેલેરિયા અને એચ.આઈ.વી. જેવી બીમારીઓ અંગે જનસામાન્યમાં જાગૃતિ ફેલાવવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર, સી.એચ.ઓ., લેપ્રસી, ટીબી, સુપરવાઈઝર, પિરામલ સ્વાસ્થ્યના કૉમ્યુનિટી કોર્ડીનેટર સાથે રહી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં ગંભીર રોગો અંગે સમયસર જાણકારી અને જાગૃતિ ફેલાઈ શકે.ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ”ના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે





