GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગ ના સહયોગ થી લાડોલ દેવીપૂજક વિસ્તાર માં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન ટીબી અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો

વિજાપુર આરોગ્ય વિભાગ ના સહયોગ થી લાડોલ દેવીપૂજક વિસ્તાર માં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન ટીબી અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ દેવીપૂજક વાસમા મહેશ એન્ડ મનુ ભવાઇ કલા મંડળ વાલમ ના કલાકારો એ જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ ના આયુષ્માન આરોગ્ય મંદિર લાડોલ-૨ ના દેવીપૂજક વિસ્તારમાં સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પિયન રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અને ટી.બી. અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિસરાઈ ગયેલ ભવાઈ લોકકલા ની યાદો તાજી કરવા મા આવી હતી. રક્તપિત અને ટીબી ના દર્દીઓની સાથે પરીવાર દ્વારા શું તકેદારીઓ રાખવી અને દર્દીને ખુશ રાખવા તેમજ તેના માટે આરોગ્ય ની મળતી સુવિધાઓ અંગે ભવાઈ દ્વારા લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમ મા જીલ્લા આરોગ્ય વિભાગ ના કર્મચારી તેમજ તાલુકા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ મેહુલ ભાઈ તેમજ ફીમેલ હેલ્થ વર્કર આશા બેન સહિત ગ્રામજનો યુવા વર્ગ બાળકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!