BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

પિતાની ઉંમરના ઢગાએ સગીરાને લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચર્યું

ભાવનગર : શહેરના કલ્યાણનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક નરાધમ શખ્સે દીકરીની ઉંમરની એક સગીરા સાથે પરિચય કેળવી લલચાવી-ફોસલાવી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર શહેરના કલ્યાણનગર પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રહેતો જીતેન્દ્ર ચીમનભાઈ ડોડીયા (ઉ.વ ૪૦) નામના શખ્સે એક સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. દરમિયાનમાં પિતાની ઉંમરના ઢગાએ સગીરાને લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. શખ્સની હેવાનિયતનો ભોગ બનતા સગીરા સૂનમૂન થઈ રહેતી હતી. જેથી પરિવારને શંકા જતાં તેમણે પૃચ્છા કરતા જીતેન્દ્ર ડોડિયાએ પ્રથમ પરિચય કેળવ્યા બાદ તેણી સાથે કુકર્મ કર્યાનો ફૂટયો હતો. આ બનાવ સંદર્ભે બોરતળાવ પોલીસ મથકમાં જીતેન્દ્ર ડોડિયા વિરૂદ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવતા નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા માટે બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ડાભીએ અલગ-અલગ ટીમો બનાવી જીતેન્દ્ર ચીમનભાઈ ડોડીયાને ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હોવાનું ડિવાયએસપી આર.આર. સિંઘલે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!