BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ 

18 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા

અંગ્રેજોની ગુલામી માંથી ભારતને આઝાદ થયે આજે ૭૮ વર્ષ થયા. પાલનપુરની શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.સ્વસ્તિક સ્કાઉટ બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગતવિધિ બાદ સ્વસ્તિક મહિલા કોલેજ ના કોમ્પ્યુટર સેન્ટર નાં દાતા રાઈબેન કાળુભાઇ કાપડી નાં વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના દરેક વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા દેશદાઝ અને દેશપ્રેમ ને લગતા ગીતો સહિત ડાન્સ, સમૂહ ગીત, ગરબા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોલેજ નાં મહિલા રોજગાર કેન્દ્ર નાં દાતા બબલદાસ ગામી તથા મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી, રોહિતભાઈ ભૂટકા, રામચંદભાઈ માતમડા, ધુળાભાઈ બ્રાહ્મણીયાતથા મંડળના કારોબારી સદસ્યો સહિત સંકુલના તમામ વિભાગના આચાર્ય,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!