BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કોઇ અગમ્ય કારણોસર આગ

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કોઇ અગમ્ય કારણોસર આગ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં ગાયત્રી નગરમાં આવેલ કૃષ્ણ કુંજ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલ હીરાના કારખાનામાં આગ લાગી હતી, જે આગ અંગેની જાણ થતા ફાયર નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, આગમાં કારખાનામાં રહેલ ફર્નિચરને નુકસાન થયું હતું સદ્નનસીબે કોઇ જાનહાની થઇ નથી.કારખાના ના માલિક મેર પુજીતભાઇ હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટ જીશાન ખુંટ




