ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના નવીન પ્રમુખ તરીકે ભીખાભાઈ પ્રજાપતિ ધોતા ની વરર્ણી કરાઈ
3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ધાન્યધાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ ના કારોબારી સભ્યો ના હોદ્દાઓ ની ત્રણ વર્ષ ની ત્રણ પૂર્ણ થતાં આજરોજ ધાન્યધાર પ્રજાપતિ સમાજ ના સાતગોળ કારોબારી હોદ્દેદારો ની મિટિંગ ૪૨ ગોળ પ્રજાપતિ છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં ધાન્યધાર પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે ભીખા ભાઈ દેવા પ્રજાપતિ ધોતા મહામંત્રી તરીકે શંકર ભાઈ પ્રજાપતિ ગાદલવાડા ની નિમણુક કરવામાં આવી સમાજ નાં ન્યાય સમિતિ નાં પ્રમુખ તરીકે મોહન ભાઈ વાલા ભાઈ પ્રજાપતિ કોટ વાળા ની નિમણુક કરવામાં આવી ત્યારબાદ સમાજના હિસાબો રજૂ કરવામાં આવ્યા ને સમાજ નાં દીકરા દીકરીઓ માટે ૨૪ મા સમુલગ્ન યોજવા માટેની ની તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી ને ૨૩ મા સમૂહ લગ્નનાં હિસાબોની પુસ્તિકાનું વિમોચન સુરેશ ભાઈ પ્રજાપતિ અને હરગોવિંદ ભાઈ વાલમિયા નાં હસ્તે કરવામાં આવ્યું હતું ને સમાજ માં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે પ્રકારનું આયોજન કરવું ને સમાજ ની દીકરીઓ અન્ય સમાજ ના દીકરાઓ સાથે લગ્ન કરે તો માતા પિતા ની સંમતિ ફરજિયાત બને તેવા નવા સુધારા સાથેનો કાયદો બને તેમાટે નો ઠરાવ પસાર કરી સરકાર ને મોકલી આપવાનું ઠરાવવામાં આવ્યું
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.