અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : મોટી બેબાર ગામે બનાવેલ બિન અધિકૃત હોલનુ દબાણ દુર કરવા બાબતે ગ્રામજનોની DDO ને રજુઆત કરી.
ભિલોડા તાલુકાના મોટી બેબાર ગામના વણકર વાસમાં વણકર ભાઈઓએ પંચાયતની મંજુરી કે સરકાર માંથી કોઈપણ જાતની મંજુરી મેળવ્યા વગર પોતાની મનસુફીથી બિન અધિકૃત રીતે સરકારી જમીનમાં હોલ બનાવેલ હોવાને લઈ,મોટી બેબારના ગ્રામજનોએ આ બાબતે વિરોધ કર્યો હતો.તેમ છતાં કામ અટકતુ ન હોય પંચાયતના સરપંચ તથા તલાટી દબાણ કરેલ માણસો સાથે ભેગા ભળી દબાણ હોલને આગળ કામ કરવા મદદગારી કરી રહયા હોવાના અને ગ્રામ પંચાયતના અઘિકારીઓ કામ અટકાવી શકતા ન હોય આ બાબતે તેની જાણ પણ ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. તેમ છતાં સદરહુ હોલનુ કામ અટકાવવામાં આવતા અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને અરજદારોએ લેખિત અરજી કરી.પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતને કદાચ ગંભીરતા થી લીધેલ ન હોય!! સ્થિતિ ઠેરની ઠેર રહેતા આ બાબતે મોટી બેબાર ગામના આગેવાનોએ ફરી એક વાર અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આ બિન અધિકૃત રીતે બનાવેલ હોલનુ દબાણ દુર કરવા રૂબરૂબ મળી રજુઆત કરી હતી.