ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા : ટોરડાધામમાં અષાઢી તોલાઈની પરંપરા નિભાવાઈ, વર્ષ સારું રહેવાની સંભાવના વ્યક્ત

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : ટોરડાધામમાં અષાઢી તોલાઈની પરંપરા નિભાવાઈ, વર્ષ સારું રહેવાની સંભાવના વ્યક્ત

ભિલોડા (અરવલ્લી): ભિલોડા તાલુકાના ટોરડાધામ ખાતે આજે પરંપરાગત રીતે અષાઢી પૂર્ણિમાની પવિત્ર તિથીએ અષાઢી તોલાઈ વિધિ ઊજવાઈ. શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક સમાયેલી આ અનોખી વિધિ દર વર્ષે અષાઢી પૂર્ણિમાના દિવસે ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થળ એવા પવિત્ર ધામ ખાતે આયોજિત થાય છે.

અષાઢી તોલાઈ – શું છે પરંપરા?

અષાઢી તોલાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક જૂની અને શાસ્ત્રીય વિધિ છે, જેમાં દર અષાઢી પૂર્ણિમાએ

🔹 અગિયાર જાતના અનાજમાંથી પાંચ કણો લેવામાં આવે છે

🔹 આ વિવિધ ધાન્યના કણો સાળીથી બાંધીને માટલીમાં મુકવામાં આવે છે

🔹 માટલી ભગવાન આગળ આખી રાત રાખવામાં આવે છે

🔹 સવારે તે માટલી ખોલીને અનાજના કણોને ફરી બાજરીના કણ સાથે સોનાની કાંટીવાળી તરાજવીમાં તોલવામાં આવે છે વર્ષભરના વર્ષાઘાત અને સંભવિત ખેડૂતફળ માટે તોલાઈના આધાર પર અનુમાન મૂકાય છે. તોલના પલ્લામાં થતી વધઘટથી વર્ષફળ જોવામાં આવે છે.

આજે સવારે થયેલી તોલાઈના પરિણામો પરથી વર્ષ સારું જશે તેમ મનાય છે. વર્ષાભર તાળમેલ રહ્યો શકે, અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.સ્થાનિક ભક્તો, સંતો અને ભીલોડા પંથકના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પૂજાવિધિમાં ભાવપૂર્વક હાજરી આપી હતી. ધાર્મિક ઉલ્લાસ અને આધ્યાત્મિક ભક્તિ સાથે વિધિનું સંપન્ન થવું સમગ્ર પંથક માટે આશાની કિરણ સમાન છે.

ટોરડાધામ – ગોપાળાનંદ સ્વામીનું પવિત્ર સ્થાન,ટોરડાધામ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાદુ પ.પૂ. ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થળ છે. અહીં નિયમિત પૂજા, આરતી તેમજ ખાસ તહેવારો પ્રસંગે વિશિષ્ટ ધાર્મિક વિધિઓ યોજાતી રહે છે.

Back to top button
error: Content is protected !!