GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની યુવતી પાસેથી દસ્તાવેજો મેળવી કોરા કાગળોમાં સહીઓ કરાવી લગ્ન રજીસ્ટર કરાવનાર વિરુદ્ધ આક્ષેપો સાથે લેખીત રજુઆત

 

તારીખ ૨૭/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના રાણાવાસ ખાતે રહેતા અંજલી સુરેશભાઈ રાણા દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક સહિત જીલ્લા કલેકટર અને ગૃહમંત્રી ને તથા કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી પોતાને અંધારામાં રાખીને આરોપી હાર્દિક અશોકભાઇ રાણા અને તેના બે મિત્રો ઘનશ્યામભાઈ પ્રદીપભાઈ કાછીયા અને ઉતમ ભોગીલાલ કુશવાહ તથા ગોર મહારાજ નરેશ રતીલાલ પુરોહિત રે. દેવા તટપદ તા. સોજીત્રા જી આણંદ તથા ઠાસરા ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી તથા ગોધરાના એડવોકેટ નોટરી એમ કુલ છ ઇસમો સામે કાવતરું કરી કોઈ પણ જાતનુ લગ્ન ન થયા છતા પણ જબરજસ્તીથી થાર ગાડીમાં બેસાડી કેફી પદાર્થ પીવડાવી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સહીઓ કરાવી તા ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ ધુંડી તા ઠાસરા ખાતે લગ્ન નુ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અરજદાર યુવતીએ પોતાની મિત્રતા નો લાભ લઈને હાર્દિક આશોભાઈ રાણાએ આડુ અવળું સમજાવી કેટલાક દસ્તાવેજો મેળવી લઈને આ દસ્તાવેજોનો ઉપયોગ હિન્દુ વિધિથી લગ્ન કરેલા છે તેવુ બતાવવા માટે નોટરી સાથે સાંઠગાંઠ કરી વિગતો ખાલી રાખીને કોરા સોગંદનામા ઉપર સહી કરાવી આરોપી ગોર મહારાજ ની સહી કરાવી પોતાનું લગ્ન થયેલું છે તેવું પુરવાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરજીમાં કરેલ આક્ષેપ અનુસાર તમામ આરોપીઓએ એક સંપ કરી પોતાનો બદઇરાદો પાર પાડવા આ કૃત્ય કર્યું છે. અરજદાર દ્વારા આરોપી તલાટી કમ મંત્રી પાસેથી પ્રમાણિત નકલો મેળવતા તેમાં ચેડા પણ કરાયા હોવાનું જાણવા મળેલ હોવાનો આક્ષેપ કરેલ છે. વધુમાં અરજદાર યુવતી ની સગાઈ થયાનું જાણવા મળતા આરોપી હાર્દિક આશોકભાઈ રાણાએ કાલોલ સિવિલ કોર્ટમાં ૨૦૨૪ મા દાવો દાખલ કરી સર્ચ વોરંટ પણ કઢાવેલ જેમા અરજદાર યુવતીએ કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાને આવા લગ્નની જાણ નથી અને માતાપિતા સાથે રહેતા હોવાનું જણાવતા કોર્ટે અરજી રદ કરી હતી. સમગ્ર મામલે તાજેતરમાં અરજદાર સાથે ખરાબ વર્તન કરી તેના ઘરે જઈ ધમાલ મચાવતા અરજદાર દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવેલ છે ત્યારે અરજદાર યુવતી દ્વારા પોતાને અંધારામાં રાખીને લગ્ન કરાવી લીધા હોવાના આક્ષેપો બાબતે યોગ્ય તપાસ કરાવવા વિવિધ કચેરીઓમા અરજી આપી છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો સત્ય હકીકતો બહાર આવે તેમ છે.

Back to top button
error: Content is protected !!