વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ ઓગસ્ટ : માધાપર ની મહીલા પોતાના કબ્જાની કાળા કલરની હુન્ડાઇ કંપનીની ક્રેટા મોડલની ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર જીજે.૧૨.એફ.ઈ.૦૦૫૭ વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને માંડવી મધ્યેથી પસાર થવાની છે. જે હકીકત આધારે ભુજ એલસીબી પોલીસે રેડ કરતા હંસાબા હરીસંગજી જાડેજાની કબ્જાની કારમાંથી ભુજ રોડ પરથી વિદેશી દારૂ કારમાં લઈ જતી મહિલા હંસાબા હરિસંગજી જાડેજા રહે માધાપર ને એલસીબી એ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ – ૧૩૨, જેની કિંમત રૂપિયા ૫૫,૫૬૦/- વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કુલે મુદ્દા માલ ૭,૬૦,૫૬૦/- રૂપિયા નો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તમામ મુદ્દા માલ માંડવી પોલીસને સોંપવામાં આવ્યું હતું.



