
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૫ ડિસેમ્બર : તા.૧૩ ડિસેમ્બર ના રોજ પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની રસોઈ પ્રતિયોગિતા (કૂકીંગ કોમ્પિટીશન)નું આયોજન પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦,ઉમેદનગર,ભુજ ખાતે કરવામાં આવેલ. જે રસોઈ પ્રતિયોગિતા (કૂકીંગ કોમ્પિટીશન) નું આયોજન શ્રી એ.એન.શર્મા મામલતદાર ભુજ (ગ્રામ્ય) તથા શ્રી ટી.એન.પટેલ મામલતદાર ભુજ(શહેર) ના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામા આવેલ જેમાં પી.એમ.પોષણ યોજનાના ૧૩(તેર) માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધેલ. આ સ્પર્ધકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે શ્રી ઉન્નતીબેન ઠક્કર ,બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, ભુજના અધ્યક્ષપણા હેઠળ એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. જેમાં પ્રથમ ક્રમના વિજેતા શ્રી જ્યોત્સનાબેન ગંઢેર (વરનોરા મોટા-૧૦૪),દ્વિતીય ક્રમના વિજેતા શ્રી અનીતાબેન ચાવડા(મીરજાપર કન્યા શાળા-૯૦) અને તૃતીય ક્રમના વિજેતા શ્રી સ્મિતાબેન ગોસ્વામી (ભારાસર કન્યાશાળા-૨૦૭)ને નિર્ણાયક કમીટી દ્વારા જાહેર કરવામાં આવેલ જેમાં અનુક્રમે પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦/- દ્વિતીયને રૂ.૪૦૦૦/- અને તૃતીય ને રૂ.૩૦૦૦/- ની રકમનો ચેક પુરસ્કાર તરીકે તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. જેમા શ્રી ભરતભાઈ પટોડીયા, બી.આર.સી.શ્રી ભુજ, ડો.હેતલબેન ગોસ્વામી,સી.આર.સી.શ્રી ભુજ શાળા નં.૧૦, શ્રી આરતિબેન માંગલીયા,આઈ.સી.ડી.એસ.સુપરવાઈઝરશ્રી, શ્રી યોગેષભાઈ જરદોશ,આચાર્ય, પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦,ઉમેદનગર,ભુજ શ્રી વિજય.ડી.અમીન નાયબ મામલતદાર, (પી.એમ.પોષણ યોજના) ભુજ, શ્રી નયનાબેન મેઘનાથી, સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના), ભુજ સહીતના કર્મચારીઓ હાજર રહેલ. તેમજ શ્રી મંથનભાઈ દરજી,શ્રી જેબુનીશા રાયમાએ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળેલ.



