
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
-ધિરાણ મર્યાદા ૮ લાખ કરાઈ
ભુજ તા. ૨૯ જુલાઈ : ભુજ તાલુકા પં. પ્રાથમિક શિક્ષક કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા હિલ વ્યુ હોટલ ,ભુજ ખાતે યોજાઈ હતી. પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ના.જિ. પ્રા. શિ. ઉમેશ રૂઘાણી, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરત પટોડિયા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા ,ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, રાજ્યસંઘના ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, તાલુકા મંડળીના પૂર્વ પ્રમુખ ઠાકરશી મચ્છર, જિલ્લા મંડળીના પૂર્વ પ્રમુખ ધીરજ ઠક્કર, રશ્મિકાંત પંડ્યા, ભુજ તાલુકા સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી, કાંતિભાઈ સુથાર, રશ્મિકાંત ઠક્કર સહિતના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં સભાસદો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં સમૂહ પ્રાર્થના અને મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા તો પરેશ મોતાએ ગત સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું અને વર્ષ ૨૦૨૪- ૨૫ ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને સૌ સભ્યોએ બહાલી આપી હતી. સંસ્થાના માનદમંત્રી હરિસિંહ જાડેજાએ મંડળીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો તેમજ નફાની નિયમાનુસાર ફાળવણી કરી હતી. વર્ષ દરમ્યાન મંડળીએ કરેલા રૂ. ૨૭ લાખ ૭૦ હજાર જેટલા નફાનો શ્રેય તેમણે સૌ સભાસદોને આપ્યો હતો. પ્રમુખ નિલેશ ગોર દ્વારા સભાસદો માટે ધિરાણ મર્યાદા ૮ લાખ કરવા, લોનના સ્ટેપ ઘટાડવા તથા મહતમ શેર ભંડોળ ૮૦ હજાર કરવા જાહેરાત કરાઈ હતી જેને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી.
સભાસદોના સંતાનો કે જેમણે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધારે ગુણથી ઉતીર્ણ થયેલા હતા તેવા તમામ ૩૯ જેટલા તેજસ્વી તારલાઓનું મીનાબેન પ્રવિણ ભદ્રા પરિવાર, કૃપાબેન રસિકલાલ નાકર પરિવાર તથા તાલુકા મંડળી વતી શિલ્ડ, મેડલ, શૈક્ષણિક કીટ તથા રોકડ પુરસ્કારથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ નિલેશ ગોરને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ મળતાં , માનદમંત્રી હરિસિંહ જાડેજા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ પદે નિયુક્ત થતાં, ઇન્ટરનલ ઓડિટર નયનસિંહ જાડેજા અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘના કારોબારી સભ્ય બનતા તથા સહમંત્રી કૃપાબેન નાકરને ચિત્રકૂટ અને ગુરુ ગૌરવ એવોર્ડ મળતાં મંડળી તરફથી ચારેયનું શાલ , પાઘડી અને મોમેન્ટો વડે વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. કુલ ૮ જિલ્લા કેળવણી નિરીક્ષકોના સન્માન ઉપરાંત મંડળીને ભેટ આપનાર ૮ જેટલા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે આયોજનને બિરદાવી મંડળીને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, ડાયેટ પ્રાચાર્ય કમલેશ મોતા , તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણા, જિલા મંડળીના પ્રમુખ રાજેશ ગોર અને તાલુકા મંડળીના પૂર્વ પ્રમુખ દશરથ કાપડીએ શુભેચ્છાઓ પાઠવી હતી. સભાસદોને સ્થળ પર જ ૧૦ ટકા લેખે ડિવિડન્ડ તથા ફરજિયાત બચત પર પાંચ ટકા લેખે વ્યાજની રકમ મળી કુલ રૂ. ૧૭ લાખ જેટલી રકમની રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. સભામાં સેલ્ફી પોઇન્ટે અનેરું આકર્ષણ જગાવ્યું હતું. દાતા ભદ્રા પરિવારનું મહાનુભાવોના હસ્તે વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા અને કૃપા નાકરે જયારે આભારવિધિ ઉમંગ પરમારે કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના અશોક જાટિયા, કિશોર ડાભી, ઉત્તમ મોતા, આશુતોષ પંડયા, દિનેશ મહેશ્વરી વગેરેએ જહેમત ઉઠાવી હતી તો મયુર ભાનુશાલી, અમિત વૈષ્ણવ, નરેન્દ્ર આદેપાલ , હિતેશ મહેશ્વરી, વિક્રમ ગણાત્રા, અશોક ભાનુશાલી, નીતિન પટેલ વગેરે ડિવિડન્ડ વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.




