
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૮ જાન્યુઆરી : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને કચ્છ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. (ICDS) શાખાના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની હાજરીમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ આપનારા કાર્યકરોને એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ભુજ શહેરના મહાદેવનગર આંગણવાડીના ‘શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર’ તરીકે ક્રિષ્નાબેન ભાવેશભાઈ તન્ના અને ‘શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર’ તરીકે આશાબેન મહેશભાઈ બાલાસરાને મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાનો પ્રતિષ્ઠિત ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યાએ એવોર્ડ પ્રાપ્ત કરનારા આંગણવાડીકર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.





