
તા.૨૩.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવેથી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્રારા મોટી સારસી બે મંદ બુદ્ધિ પ્રભુને રેસ્ક્યુ કરી બાયડ આશ્રમેં મોકલી આપ્યા
ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્રારા સોશિયલ વર્કના ભાગ રૂપે હું ભુરીયા સંધ્યાબેન ગઈ કાલે તારીખ 22/03/25 ના રોજ દાહોદ ઇન્દોર હાઈવે ઉપર થી પસાર થઈ રહી હતી ત્યારે મને રસ્તાની બાજુમાં કચરાના ઢગલામાં પડેલા એક પ્રભુને જોયા મે ગાડી ઊભી કરી તેમની સાથે વાતચીત કરતા તેઓ માનસિક અસ્થિર જણાઈ આવેલ. જેથી મે જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડના ટ્રસ્ટી અશોકભાઈ ને વાત જણાવતા તેઓએ તત્કાલિત બાયડથી રેસ્ક્યુ માટે ટીમ મોકલી આપેલ.મારું બાળક સાત મહિનાનું હોય એને ઘરે સુરક્ષિત મૂકવા ગયેલ ત્યારે મેં અમારા જ ગામના લાલાભાઈ ને આ પ્રભુ નો ફોટો આપી ત્યાં જોવા મોકલેલ પરંતુ પ્રભુત્યાંથી નીકળી ગયેલ.આ વાત સાંભળતાજ બપોરે 1 વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી અમે તેમને દાહોદ ઇન્દોર હાઇવેપર લાલાભાઈ હંસા અને હું તેઓને ગોતવા નીકળી પડેલ અને અમારી કરેલી મહેનત રંગ લાવી એમને મહિન્દ્રા શોરૂમ ની સામેની બાજુ ખાડામાં કચરાના ઢગલામાં પડેલા પ્રભુજીના દર્શન થયા.અમે તેમનું ધ્યાન રાખવા ત્યાં જ ઊભા રહ્યા ત્યાં નજીક એક ખરાબ ગોદડી અને ઘણી બધી પાણીની બોટલ અને કચરો જોઈ અમને એવું લાગ્યું કે આ પ્રભુજી લાંબા ગાળાથી અહીંજ રહે છે. અમે બાજુમાં એક દુકાન તેમજ ઘર બનાવેલું જોયું પરંતુ ત્યાં તાળું જોઈ અમે દીવાલ પર લખેલ નંબર પર વાત કરતા અમારી વાત ખરાડીયા દિપકભાઈ સાથે થઈ તેઓએ અમને જણાવેલ કે હા એ પ્રભુ છેલ્લા બે વર્ષથી અહીંજ રહે છે.બેન આપ ત્યાં રોકાઓ હું આવું છું. અમે કચરાના ઢગલામાં પડેલા પ્રભુજી પર નજર રાખી દિપકભાઈ ની રાહ જોઈ રહ્યાં હતાં. એટલામાં જ ત્યાં એક બીજા માનસિક અસ્થિર પ્રભુજી ત્યાં આવ્યા અને એમણે અમને યહાં સે ચલે જાઓ કહીને બુમ પડવા લાગ્યા. અમે તેઓના આક્રોશ ભરેલા વર્તન થી ડરી થોડા દૂર ઊભા રહ્યા એટલામાં જ દિપકભાઈ ખરાડીયા ત્યાં આવી પહોંચ્યા અને તેઓએ અમને આ બીજા પ્રભુજી વિશે માહિતી આપી અને જણાવેલ કે છેલ્લા બે વર્ષથી તેઓ અહીંજ રહે છે આ ભાઈ એ એ પ્રભુજીની છેલ્લા બે વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી ખરેખર આજે આવા વ્યક્તિઓ પણ સમાજમાં છે તે જોઈને ખરેખર એમ લાગ્યુકે આ દિપકભાઈ ખરાડીયા એ માનવતાની મિસાલ ને હજી જીવંત રાખી છે.જ્યારે અમે તેઓને પહેલા કચરાના ઢગલામાં ખાડામાં પડેલા પ્રભુજી વિશે પૂછતા તેઓ આજેજ અહીં આવ્યા હોવાનું જણાવતા અમે એ બંને ભાઈઓને રેસ્ક્યુ કરવાનું નક્કી કર્યું. ત્યારે અમે અમારી ડાયનામિક સર્વાંગી વિકાસની ટીમ, જય અંબે ટ્રસ્ટ તેમજ નીલ ભાઈની એનિમલ રેસ્ક્યુ નીટીમ, નસીપુર સરપંચ રમેશભાઈ સાથે મળીને આ બંને પ્રભુને આજે રેસ્ક્યુ કરી બાયડ આશ્રમ ખાતે રિફર કરેલ.જે માટે પી.આઈ. જાડેજા સાહેબ જેઓએ બિનવારસી પ્રભુજી માટે અમને મદદ કરી પો સ્ટે નો દાખલો આપી અમારું કામ સરળ બનાવ્યું.આમ આજે એક સાથે બે પ્રભુજીને નવું જીવન આપવા મને નામી અનામી જેઓએ પણ મદદ કરી છે તે સર્વેની હું આભારી છું




