કાલોલની ચલાલી બેઠક પરથી મોટા સમાચાર સામે આવ્યા.ભાજપના મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ વિજેતા જાહેર થવાની પ્રબળ શક્યતા.

તારીખ ૧૨/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન તાલુકાની ચલાલી બેઠક પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ સામે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા અથવા હરીફ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયાના અંતે જો ચિત્ર સ્પષ્ટ થશે, તો ભાજપ આ બેઠક પર ચૂંટણી પહેલા જ જીતનો પંચમહાલમાં ડંકો વગાડશે. મીનાક્ષીબેન ચૌહાણ સામે મેદાનમાં કોઈ અન્ય ઉમેદવાર ન હોવાથી સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.સત્તાવાર જાહેરાત થયા બાદ આ બેઠક પર ભાજપનું કમળ ખીલશે, જે તાલુકા પંચાયતની સત્તા મેળવવાના સમીકરણોમાં ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે પોતાના કરોલી જીલ્લા પંચાયત વિસ્તાર ની અંદર આવતી ચલાલી તાલુકા પંચાયત બેઠક પરથી મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ હોવાની માહિતી આપી શીર્ષસ્થ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે અને બાકીની તમાંમ બેઠકો પર જીત મેળવવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમજ ટિકિટ નહી મળવાથી જે કોઈ કાર્યકરોમાં અસંતોષ છે તેનુ પણ સમાધાન થઈ જવાની આશા વ્યક્ત કરી છે.









