
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

<span;>ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હિમાંશુભાઈ ગામિતના અધ્યક્ષ સ્થાને “ડેન્ગ્યુ ને હરાવવા માટે : પાણીના પાત્રોને તપાસો, સફાઇ કરો અને ઢાંકીને રાખો” ( “check, clean, cover : steps to defeat dengue” ) ની થીમ સાથે આજરોજ જિલ્લા પંચાયત ભવન આહવા ખાતેથી રેલી આયોજિત કરી ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી હતી. મચ્છર જન્ય ડેન્ગ્યુ રોગના રોકથામ અને જન જાગૃતિ કેળવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી, જિલ્લા ક્વૉલિટી અધિકારીશ્રી, અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તથા આરોગ્ય કર્મીઓ જોડાયા હતાં.
આ સાથે જ ડાંગ જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ગામોમાં ક્ષેત્રીય કર્મચારીઓ તેમજ આશાબહેનો દ્વારા જન જાગૃતિ કરવાની સાથે પોરાનાશક ઉપરાંત જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડીયાના માધ્યમો થકી જન સમુદાયમાં વાહક જન્ય રોગો અંગેના સંદેશાઓ પહોંચાડવા આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું.



