BANASKANTHAPALANPUR

વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યા અને રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મા સફળ ડિલિવરી કરાવી

2 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ વીરમપુર 108 ની ટીમને વિરમપુર સરકારી દવાખાને થી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ નો કોલ મળ્યો હતો અને અને કોલ મળતાની સાથે જ 108 ના EMT ગંગારામભાઈ અને PILOT ભવાનજી ભાઈ દર્દી પાસે પહોંચી ગયા હતા અને ધનપુરા ગામના દર્દી રાધાબેન ને પૂછતા તેમને જણાવ્યું હતું કે પ્રસુતિની પીડા ઉપડતાં વિરમપૂર ની સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે આવ્યા હતા અને ત્યાં ડૉ અને હાજર સ્ટાફે 1 કલાક સુધી મહેનત કરી છતાં પણ ડિલિવરી થઈ ન હતી અને ડૉ સાહેબે આગળ લઈ જવા કહ્યું છે આ માહિતી મળતા EMRI GREEN HEALTH SERVICES 108 ના તાલીમ બધ્ધ EMT અને PILOT એ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર દર્દી ને 108 એમ્બ્યુલન્સ માં લઈ ને પાલનપુર સિવિલ જવા રવાના થયા હતા અને થોડે દૂર પહોંચતા દર્દી ને પ્રસુતિની પીડા નો અસહ્ય દુઃખાવો થાય છે તેવું જણાવ્યું હતું ત્યાં તાત્કાલીક ૧૦૮ ના EMT ગંગારામભાઈ એ દર્દી ને તપાસતા ડિલિવરી 108 એમ્બ્યુલન્સ માં જ કરાવવી પડશે તેવો નિર્ણય લીધો હતો અને ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડિલિવરી કીટ તૈયાર કરી ને અમદાવાદ સ્થગીત ડૉ શ્રી ની સૂચના અને PILOT ભાઈ ની મદદ વડે સફળ પ્રસૂતિ કરાવી હતી બાળક ને જન્મ કરાવ્યો હતો અને ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર ની સિવિલ હોસ્પિટલ માં લઈ ગયા હતા અને પરિવારમાં બાળક નો જન્મ થતાં ખુશી નો અવસર જોવા મળ્યો હતો અને તેમના પરિવારજનોએ સમગ્ર 108 ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.આ કેસ ની વિગત બનાસકાંઠા જિલ્લા ૧૦૮ ના સુપરવાઈઝર નિખિલ પટેલ ને મળતા ૧૦૮ ના EMT / PILOT ને બિરદાવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!