ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા પંચાયત ના સાધલી બે બેઠક ના તાલુકા પંચાયત સદસ્ય નીરૂપાલસિંહ માંગરોલા હાલ વિદેશમાં હોય તેઓની બેઠક ખાલી પડી હતી,જેને લઇને શિનોર તાલુકા પંચાયત ની ખાલી પડેલી સાધલી બે ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે,ત્યારે આજરોજ શિનોર તાલુકા પંચાયત ની સાધલી બે ની ખાલી પડેલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે ચૂંટણી અધિકારી ને રજૂ કર્યું હતું,જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છેકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.