કાલોલ ની આરઈએમ સ્કૂલ ખાતે ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૨૬/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અપાયેલ સૂચના અનુસાર કારગીલ યુદ્ધ વિજય સૈનિકોની” શૌર્ય ગાથા “ના અનુસંધાને કાલોલ નગર અને તાલુકા ધ્વારા શનિવારના રોજ આરઈ એમ સ્કૂલ ખાતે ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે સૈનીકો ની શૌર્ય ગાથા નુ વક્તવ્ય ધર્મેશભાઈ મહેતા સંયોજક ગુજરાત ધર્મ જાગરણ મંચ દ્વારા આપવામાં આવ્યુ.કાર્યક્રમમા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ(લાલાભાઇ),ધારાસભ્ય ૧૨૭ વિધાનસભા ફતેસિંહજી ચૌહાણ તેમજ જીલ્લા ઉપાધ્યક્ષ અને જીલ્લા ઈનચાર્જ ડો યોગેશ પંડ્યા, કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ,માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, યુવા મોરચા ના અજયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કોર્પોરેટર હરિકૃષ્ણ પટેલ, યુવા મોરચા અને સંગઠનના પ્રતીક શાહ, અલકેશ ગોસાઈ, મોન્ટુ ગોસાઈ હર્ષ વ્યાસ, વિરેન્દ્રસિંહ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં માજી સૈનિકો તથા શહિદ સૈનિક પરિવારજનો ને હાજર રાખ્યા હતા અને તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પણ કારગીલ યુદ્ધના શહીદોની શૌર્ય ગાથા સાથે તેઓની બહાદુરી અને બલિદાન ને યાદ કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ મહાપુરુષો ની પ્રતિમા નુ શુદ્ધિકરણ કરી પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.