
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
નેશનલ હેરાલ્ડ કેસ : ક્લીન ચિટ બાદ પણ ભાજપની તાનાશાહી — અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ
આજે નેશનલ હેરાલ્ડ કેસમાં માનનીય કોર્ટ દ્વારા આદરણીય સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને પૂર્ણ ક્લીન ચિટ મળવા છતાં, ભાજપ દ્વારા સતત કરવામાં આવતા ખોટા અને ભ્રામક પ્રચારના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ જિલ્લા કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા. પરંતુ ભાજપના ઈશારે કાર્ય કરતી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા, જેના પરિણામે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો.
કોંગ્રેસના કાર્યકરોએ …સત્યની જીત – જુઠ્ઠાની હાર, ED–CBI નો દુરુપયોગ બંધ કરો, જેવા જોરદાર સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર ના ઈશારે શાંતિપૂર્ણ વિરોધ છતાં પણ પોલીસે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની બિનજરૂરી ધરપકડ કરી, જે સ્પષ્ટ રીતે લોકશાહી અધિકારોનું દમન છે અને ભાજપની તાનાશાહી માનસિકતાનું જીવંત ઉદાહરણ છે.ખોટા કેસો, પોલીસ દમન અને ધરપકડોથી કોંગ્રેસ ડરવાની નથી.સત્ય, ન્યાય અને લોકશાહી માટેનો સંઘર્ષ વધુ તીવ્ર બનાવવામાં આવશે તેવા આક્ષેપો કોંગ્રેસ ધ્વારા કરવામાં આવ્યા હતા
ભાજપે ખોટી રાજનીતિ છોડીને જનતાના પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. આગેવાનો જશુભાઈ પટેલ, રાજુભાઈ પારઘી, કમલેન્દ્રસિંહ પુવાર, વનરાજભાઈ ડામોર. ખલકભાઈ , રેવાભાઈ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા





