AHAVADANGGUJARAT

Dang: દિલ્હી ખાતે ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા ડાંગમાં ભાજપાનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સાપુતારા દિલ્હી ખાતે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમત મળી છે.દિલ્હીમાં કુલ 70 બેઠકોમાંથી ભાજપાને 48 બેઠકો મળી છે.સાથે આપનો સફાયો કર્યો છે.ભાજપે દિલ્હીમાં બહુમતીથી જીત મેળવી છે.ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં પણ તેની ખુશી જોવા મળી હતી.અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા,અને મોં મીઠું કરાવી ખુશી વ્યકત કરી હતી.તેમજ અહીં ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત મહામંત્રીઓમાં દિનેશભાઈ ભોયે,હરિરામભાઈ સાંવત સહિત વઘઇ અને આહવા નગરનાં ભાજપાનાં આગેવાનોએ જીતનો જશ્ન મનાવ્યો હતો.અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જયઘોષ કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

Back to top button
error: Content is protected !!