SOG પોલીસે કાલોલના વેજલપુર ખાતે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર બે દુકાનદારો સામે કાર્યવાહી કરી.

તારીખ ૧૨/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મોબાઈલ લે વેચ કરવા માટેનું રજીસ્ટર નિભાવવાથી ગ્રાહકોની યાદી મળી રહે છે અને મોબાઈલ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરવામાં આવે ત્યારે આ વેચાણ રજીસ્ટર આધારે ઓળખ થતી હોય છે.એસઓજી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ બી કે ગોહિલ સ્ટાફ સાથે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળી કે આ વિસ્તારના મોબાઈલ ફોન વેચતા દુકાનદારો નવા જુના મોબાઇલ ફોન વેચતી વખતે જરૂરી રજીસ્ટર નિભાવતા નથી જે અંગેની તપાસ કરતા વેજલપુર મેઈન બજારમાં સાંઈનાથ મોબાઇલ નામની દુકાને તપાસ કરતા દુકાનદાર નીલેશકુમાર મુકેશકુમાર જસવાણી હાજર હતા તેઓ પાસે નવા જુના મોબાઇલ વેચાણ અંગેનું રજીસ્ટર માંગતા આવુ કોઈ રજીસ્ટર તેઓ રાખતા નથી તેમ જણાવ્યુ હતુ વધુમા એકતા બજાર મા નેશનલ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાને તપાસ કરતા મનીષકુમાર જીતેન્દ્રભાઈ જસવાણી હાજર હતા પોલીસે નવા જુના મોબાઈલ ફોન વેચાણ નુ રજિસ્ટર માંગતા આવુ કોઈ રજીસ્ટર તેઓ રાખતા નથી તેમ જણાવ્યું હતુ.જેથી એસઓજી પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ દુકાનદાર સામે બીએનએસ કલમ 223 હેઠળ કાર્યવાહી કરી છે.





