કાલોલ ના ભાજપ કાર્યકર્તાઓને જીલ્લા ભાજપ મંડળમાં નિયુક્તને લઈ પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો.

તારીખ ૨૯/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકમાં તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ (લાલાભાઇ) દ્વારા જીલ્લાના તમામ તાલુકા સાથે કાલોલ તાલુકા સહિત શહેરના ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને જીલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોઓની ઘોષણા કરતા જ સમગ્ર પંથકમાં ભારે ખુશીની લહેર દોડી છે. આ નિર્ણયથી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કાલોલ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને જીલ્લા ભાજપ મંડળમાં સમાવેશ કરતા નવનિયુક્ત સભ્યોને સોશિયલ મીડિયા તેમજ રુબરુ પોહચી અભિનંદન આપવા માટે ભારી હોડ જામી છે.આ પ્રસંગે, પાર્ટીના કાર્યકર્તાઓએ નવનિયુક્ત સભ્યોને શુભેચ્છા પાઠવી અને પાર્ટીના વિકાસમાં તેમના યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી છે
નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં રશ્મિકાબેન પટેલ જીલ્લા ઉપમમુખ,નરેન્દ્રસિંહ ગોહિલ જીલ્લા મહામંત્રી, ડો.પરાગભાઇ પંડ્યા જીલ્લા મંત્રી, હર્ષભાઇ વ્યાસ યુવા મોરચાના મહામંત્રી, કિરણસિંહ સોલંકી પ્રમુખ કિશાન મોરચા અને શૈફાલીબેન ઉપાધ્યાય જીલ્લા ભાજપ મહિલા મોરચા અને સંજયભાઇ રાઠોડ બક્ષીપંચ મહામંત્રી નો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને જીલ્લા ભાજપ મંડળમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.આ પ્રસંગે, જીલ્લા ભાજપના અધ્યક્ષે મયંકભાઇ દેસાઈ (લાલાભાઇ) જણાવ્યું કે, નવનિયુક્ત સભ્યો પાર્ટીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, પાર્ટીના કાર્યકર્તાઓ નવનિયુક્ત સભ્યોને સહકાર આપશે અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે સદાય કટિબદ્ધ રહેશે તેવી આશા જીલ્લા ભાજપ પ્રમુખે વ્યક્ત કરી હતી.












