GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો કાલોલ ખાતે આજે દબદબાભેર શુભારંભ થયો.કાર્યકરે પ્રશ્નો ઉઠાવ્યા

તારીખ ૨૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા પ્રમુખ ની કામગીરી સામે સ્થાનીક કાર્યકરે સવાલો ઉઠાવતા બળાપો કાઢ્યો

ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સલામત કહેવાતા ૧૨૭ કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી ના કાર્યાલય ના ઉદ્ધાટન પ્રસંગે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,૧૮ પંચમહાલ લોકસભા બેઠકના સંયોજક ડૉ. યોગેશભાઈ પંડ્યા, ભાજપા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, મહીલા આર્થિક વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ મીનાક્ષીબેન પંડ્યા,તાલુકા મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, નગર ભાજપા મંડળના પ્રમુખ ગૌરાંગભાઈ દરજી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઉપાધ્યાય,કમલેશભાઈ પંચાલ, કિરીટભાઈ પટેલ તથા સૈફાલીબેન ઉપાધ્યાય તેમજ કાલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર સમેત તાલુકા અને નગર મંડળના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતિ શિર્ષસ્થ નેતાગણે ભાજપાની નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથેની વર્તમાન કેન્દ્ર સરકારની લોકકલ્યાણની વર્તમાન અને આગામી નીતિઓ વિષે માહિતગાર કરી મોટી સંખ્યામાં ભાજપા તરફે મતદાન કરવા અપીલ કરી હતી. જોકે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ના સંબોધન બાદ ડેરોલ સ્ટેશન ના કૃણાલ બ્રહ્મભટ્ટ દ્વારા મોબાઈલ ચાલુ રાખી મારે એક પ્રશ્ન પૂછવો છે તેમ કહીને જિલ્લા પ્રમુખ દ્વારા યુવાનોના પ્રશ્નમાં ભારે ઉદાસીનતા દાખવતા હોવાની ફરિયાદ કરી હતી વધુમાં ટોટો કંપનીના ૬૦૦ જેટલા કામદારો કેટલાય સમયથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમજ સણસોલી ના યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે બાબતે તેમજ ડેરોલ સ્ટેશનના નાળામાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે સતત આ બધા મુદ્દાઓમાં જિલ્લા પ્રમુખ સહિત તમામ હોદેદારો ને ટેલીફોન કરી ઘટતું કરવા અને મુલાકાત લેવા જણાવ્યું હતું તેમ છતાં પણ જિલ્લા પ્રમુખ કે કોઇ પણ હોદ્દેદાર આ સ્થળે ફરકયા ન હતા અને ચૂંટણી આવે ત્યારે યુવાનો તેઓને યાદ આવે છે અમોને મોદી સામે કોઇ વિરોધ નથી પણ આવા જીલ્લા પ્રમુખો સામે સખત વિરોધ છે તેવુ કહી જાહેરમાં બળાપો વ્યક્ત કર્યો હતો જે સમગ્ર કાલોલ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!