આણંદ ઓડ નગરપાલિકા અને બોરિયાવિ માં ભાજપ ની જીત આંકલાવ માં અપક્ષ ને વધુ સીટો.

આણંદ ઓડ નગરપાલિકા અને બોરિયાવિ માં ભાજપ ની જીત આંકલાવ માં અપક્ષ ને વધુ સીટો.
તાહિર મેમણ – આણંદની બોરીયાવી, આંકલાવ અને ઓડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ આવી ગયા છે. ઓડમાં ભાજપે મેદાન માર્યું છે. 24માંથી 24 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણીમાં 24માંથી 10 બેઠકો પર ભાજપ અને 14 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા, જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો જીત્યા છે. બોર્ડ બનાવવા અપક્ષનો ટેકો લેવા ભાજપ-કોંગ્રેસ રેસમાં છે. બોરીયાવી પાલિકાની 24 બેઠકો પરથી 15 સીટો ભાજપ હસ્તક, 6 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર 4ની 1 બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું
ગત તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ આણંદ જિલ્લાના આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નંબર 4ની એક બેઠકની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં બોરીયાવી નગરપાલિકામાં 79.52 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 17,041 પૈકી 13,551 મતદારોએ મતદાન કર્યું હતું. આંકલાવ નગરપાલિકામાં 79.35 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 17,626 પૈકી 13,987 મતદારોએ મતદાન કર્યું હતું. ઓડ નગરપાલિકામાં 67.02 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે, કુલ 13,303 પૈકી 8916 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકાનું સરેરાશ મતદાન 75.99 ટકા નોંધાયું હતું. જ્યારે ઉમરેઠ નગરપાલીકાની પેટા ચૂંટણીમાં 53.75 ટકા મતદાન નોંધાયું હતું.
18મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાઈ
ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ બોરીઆવી ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ આંકલાવ ખાતે તેમજ ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા ઉમરેઠ ખાતે યોજાઈ રહી છે.




