GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:એલ.એમ.વિન્ડ પાવર કંપની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું,૨૧૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૧૧.૨૦૨૪

હાલોલ ના ચંદ્રપુર ઔધોગિક વિસ્તારમાં આવેલ એલ એમ વિન્ડ પાવર કંપની ખાતે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10.00 કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાન નો આરંભ કર્યો હતો. જે રક્તદાન બપોર 4.00 કલાક સુધી માં ૨૧૮ રક્તદાતા ઓએ રક્તદાન કર્યું હતું.હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ એલ એમ વિન્ડ પાવર કંપનીમાં કંપની સંચાલકો તેમજ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષે રક્તદાન કરતા આવ્યા છે.જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા હાલોલ ખાતે નવનિર્મિત મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ બેન્ક શરુ કરવામાં આવેલ છે.જેને લઇ કંપની દ્વારા રક્તદાનએ મહાદાન ના એમસાથે પ્રતિવર્ષે રક્તદાન શિબિર નું આયોજન કરે છે. જેને લઇ કંપની ખાતે રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે કંપનીના ઉચ્ચ અધિકારી સંચાલક નિયામક વીરબાબુ ચૂંન્દુરુ,એચ આર લીડર પ્રેરકર રૂષિ,સીનીયર મેનેજર વીરલ પટેલ,ઓ એચ સી હેડ ડોક્ટર જીતેન્દ્ર હાડિયા ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.જેને લઈ યોજાયેલ શિબિરમાં ૨૧૮ રક્તદાતા ઓ એ રક્ત દાન કર્યું હતું. એલ એમ વિન્ડ પાવર કંપની ના કર્મચારીઓ દ્વારા ૨૧૮ જેટલી માતબર રક્ત બોટલ એકત્રિત કરી રક્તદાન કરતા હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે કંપની કર્મચાઓ તેમજ કંપની સંચાલકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!