GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના નેશનલ હાઇવે પ્રશ્નો અંગે દિલ્હી ખાતે અગત્યની બેઠક યોજાઇ

MORBI:મોરબી જિલ્લાના નેશનલ હાઇવે પ્રશ્નો અંગે દિલ્હી ખાતે અગત્યની બેઠક યોજાઇ
(મોહસીન શેખ દ્વારા મોરબી) આજ રોજ દિલ્હીમાં મોરબી જિલ્લાના નેશનલ હાઇવેને લગતા વિવિધ પ્રશ્નોને લઈ રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકડીને મુલાકાત લઈ અગત્યની ચર્ચા કરવામાં આવી.
મોરબી જિલ્લાના નેશનલ હાઇવે સંબંધિત પ્રશ્નો અંગે મંત્રીએ ગંભીરતાપૂર્વક ચર્ચા સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સાથે જ, આવનારા સમયમાં જિલ્લાના લાગુ પડતા તમામ નેશનલ હાઇવે પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.








