લાખણી ના વાસણા વા પગાર કેન્દ્ર મા રક્ષાબંધન પર્વ ઉજવાયો

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જિલ્લા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામે વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં આજ રોજ રક્ષાબંધન પ્રવિત્ર તહેવાર ની ઉજવણીમાં કરવા મા આવી. રક્ષાબંધન એ ભાઈ બહેન નો તહેવાર છે વિધીવત રીતે વાસણા શાળા મા હર્ષ ઉલ્લાસ થી ઉજવાયો સી.આર.સી. વિહાજી રાજપુત રમેશભાઈ પ્રગ્નેશભાઈ સમીરભાઈ, હિમાંશુભાઈ કિરણભાઈ સુરેશભાઈ હિતેષભાઈ મધુબહેન કિંજલબેન ભારતીબેન સ્ટાફ મિત્રોએ દરેક બાળકોમાં પરંપરા સંસ્કાર સંસ્કૃતિ અને બંધન પ્રતિક એવા ભાઈ બહેન ની ગાથા સાથે દરેક દીકરીઓ દ્વારા સૌ પ્રથમ સરસ્વતી માતાજી પ્રાર્થના કરીને રાખડી ઉત્સવની શરૂઆત વિદ્યા ની દેવી સરસ્વતી માતાજી ને બાંધી ને બાદ મા શાળામાં ખાસ પ્રાકૃતિક શિક્ષણ સાથે દરેક દીકરીઓ દ્વારા વૃક્ષોને પુજન રાખડી બાંધીને દરેક દીકરાઓ તરફથી વૃક્ષો રક્ષણ અને ઉછેર માટે શપથ લઈને શુભ શરૂઆત બાદ દરેક બાળકોને રાખડીના તાંતણે બાંધીને સરસ ભાઈ બહેન હેતભર્યા લોકગીતો મીઠાઈ વહેચણી અંતે આચાર્ય વિજયસીહ વિહોલ આ પર્વ ની મહત્વ સમજાવતા રક્ષાબંધન એટલે એક બીજમાં સ્નેહ અને લાગણી વધે સુરક્ષા માં રક્ષાને સંકલ્પ અને વિશ્વાસ મજબુત બને એકતા એક શાળાકીય પરિવારની ભાવના સંસ્કાર અને પરંપરા સુખ શાંતિ સુંદર જીવનની શુભકામનાઓ દરેક બાળકો આશિષ વ્યક્ત કરીને દરેક સ્ટાફ પરિવારનો કાર્યક્રમ રૂપે આભાર માન્યો હતો




