તા.૨૬.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા કેમિસ્ટ એસોસિએશન તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લા કેમિસ્ટ એસોસિયેશન દ્વારા તેમની માતૃ સંસ્થા AIOCD LTD ના પ્રમુખ શિંદે સાહેબના ૭૫ માં જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે જિલ્લાના તમામ કેમિસ્ટોએ રક્તદાન કેમ્પ કરી તેમાં ભાગ લીધો હતો આ કેમ્પ ને સફળ બનાવવા કેમિસ્ટ એ સોસીએશન ના પ્રમુખ ગિરીશભાઈ શર્મા ધવલભાઇ ચેતનભાઇ આમીરભાઇ કાપડિયા તેમજ કેમિસ્ટ એસોસિયેશન શોએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના વાઈસ ચેરમેન દિનેશભાઈ શાહ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા સહમંત્રી સાબીર શેખ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર કારોબારી સભ્ય મુકુંદભાઈ કાબરાવાલા ડોક્ટર મોહસીનભાઈ લેનવાલા રેડ ક્રોસ બ્લડ બેન્ક ના ડોક્ટર તેમજ સ્ટાફ મિત્રો સેવા આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં કેમિસ્ટ મિત્રોએ રક્તદાન કર્યું હતું