વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-11 ડિસેમ્બર : ફાઉન્ડેશનની સહાયથીખાવડાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર લોકો માટે આરોગ્યસંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. ખાવડા એસીસી પ્લાન્ટ નજીકના સામૂહિકઆરોગ્ય કેન્દ્રમાં 5000થી વધુ દર્દીઓએનિ:શુલ્ક મેડિકલ સુવિધાઓનો લાભ લીધો છે.કુલ વળી 4૦૦થી વધુ લોકોને આંખોના તપાસ, નિદાન અને આંખના ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા છે. એટલું જ નહી, કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાંદર્દીને ભુજ સુધી પહોંચાડવા ગાડીની સુવિધા પણ કરવામાં આવી છે. સપ્ટેમ્બર -૨૦૨૩માં ખાવડા સી.એસ.સી. ખાતે “અદાણી આરોગ્ય કાર્યક્રમ“ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભુજના પાંચ નિષ્ણાંત ડોકટર્સની ટીમનો સમાવેશ હતો. સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, હાડકાં અને જનરલ સર્જન ડોકટર્સે અઠવાડિયમાં બે વાર નિયમિત સેવા શરૂ કરવામાં આવી હતી.ટૂંકા સમયગાળામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચ ડોકટર્સની નિયમિત સેવાનો5૦૦૦ થી વધુ દર્દીઓને લાભ મેળવ્યો છે. ખાવડા ખાતે નિષ્ણાતોનું નિ:શુલ્ક નિદાન અને દવાઓ મળતા લોકોને ઘરે બેઠા ઉત્તમ સુવિધાઓ અને રાહત થઈ છે. જિલ્લા કલેક્ટર તથા અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી પણ સમયાંતરેઆ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યાં છે. અકૌ ગામનાં રાયબભાઈ જણાવે છે કે “અમારે બહેનોની સારવાર માટે ફરજિયાત ભુજ જવું પડતું અને 2૦૦૦ થી 3૦૦૦ રૂપિયાનો ખર્ચો થતો હતો, પરંતુ અદાણી ફાઉન્ડેશનનીઆ સેવા ચાલુ થતાખર્ચાની સાથે સમય અને મુસાફરીની ભાગદોડમાંથી રાહત મળી છે. તો અકલી ગામનાં જલાલભાઈ કહે છે કે”બાળકોના ડોક્ટરની અહીં ખાસ જરૂર હતી. તેનીસુવિધા શરૂ થતા અમારા બાળકોને રડતું રડતું ભુજ પહોચાડવાનાદુખથી મુક્તિ મળી છે. તુગા ગામની ફાતિમા જણાવે છે કે “આ વિસ્તારની ગર્ભવતી બહેનોને દર બે-ત્રણ મહિને સ્ત્રીરોગ નિષ્ણાતતબીબ પાસે જવું પડતુ હતું, પરંતુ હવે રાહત છે. તો રૂપાબેન કોળીએ જણાવે કે “આ આરોગ્ય કેન્દ્રમાં બહેન ડોકટર હોવાથી પોતાની પીડા અંગે પેટછૂટી વાત કરી શકે છે. અમે32 જેટલી બહેનોએ મળીનેમેડિકલ સલાહથી કુટુંબ નિયોજન પણ કરાવ્યુ છે.અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં અંતરિયાળ ગામોમાં નિષ્ણાંત બહેનો દ્વારામહિલાઓને “માસિકધર્મ સ્વચ્છતા તાલીમ તથા “નિશુલ્ક સેનેટરી પેડ આપવામાં આવે છે. જેના કારણે કિશોરીઓમાં પણ ખૂબ જાગૃતિ આવી છે.