GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે પર રાત્રીના સમયે એસડી ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું
MORBI મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે પર રાત્રીના સમયે એસડી ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું
મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક ગુરૂકૃપા હોટેલ પાસે નેશનલ હાઇવે ઉપર રાત્રીના સમયે એક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર કેમિકલની રેલમછેલ થઈ હતી.
એક ટ્રકે ટેન્કરને પલ્ટી મારતા ટેન્કર હાઇવે ઉપરથી નીચે ઉતરી સર્વિસ રોફ ઉપર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલ્ટી મારતા સર્વિસ રોડ ઉપર આ કેમિકલ ઢોળાયું છે. આ કેમિકલ હાઇડ્રો ક્લોરિક એસિડ (HCI) એસિડ હોવાનું જાણવા મળ્યું છે. આ એસિડ ટોયલેટ સાફ કરવા માટે વપરાય છે.
ઈન્દ્રસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ, ડે. મ્યુનિસિપલ કમિશ્નર કુલદીપસિંહ વાળા, ફાયર બ્રિગેડ, નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.