હાલોલ – પોલીકેબ ઇન્ડિયા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરના જન્મદિનની ઉજવણી ને લઇ રક્તદાન કેમ્પ યોજાયો,2628 કર્મચારીઓએ રક્તદાન કરીને એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૩.૨૦૨૫
હાલોલ સ્થિત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટરના જન્મદિન નિમિતે હાલોલ ખાતે આવેલ કંપનીના 1707 કર્મચારીઓએ રક્તદાન કરી ઉજવણી કરવામાં આવી હતી.પોલીકેબ કંપની ના કર્મચારીઓ દ્વારા કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાની ના જન્મદિન ની ઉજવણી 29 માર્ચ ના રોજ પ્રતિવર્ષે રક્તદાન એ મહાદાન એમ સાથે રક્તદાન કરી ઉજવણી કરે છે.જે અંતર્ગત ભારત ભરમાં આવેલ પોલીકેબ કંપનીના દરેક યુનિટ ખાતે શનિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ ખાતે આવેલ સાત યુનિટ પૈકી ચાર યુનિટ ખાતે રક્તદાન શિબિર નું આયોજન હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ, ઇન્દુ બ્લડ બેન્ક તેમજ રેડ ક્રોસ ગોધરા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ ખાતે 1707 કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું જયારે મુંબઈ દમણ સહીત દેશ માં આવેલ તમામ પોલીકેબ કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિર માં કુલ 2628 કર્મચારીઓએ રક્તદાન કરતા ઇતિહાસ રચ્યો છે.હાલોલ યુનિટ ખાતે યોજાયેલ શિબિરમાં કંપનીના ડાઈરેકટર રાકેશભાઈ તલાટી તેમજ નીરજભાઈ કુંદનાની,સંતોષ સાવંત,વડોદરા ઇન્દુ બ્લડ બેન્કના સંચાલક ડૉ.વિજયભાઈ શાહ સહીતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દ્ર ટી.જયસિંઘાનીઆ એ પોતાના જન્મદિવસની ઉજવણી કંપની કર્મચારીઓ દ્વારા અનોખો રીતે કરતા સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જયારે પોલીકેબ કંપનીના હાલોલ યુનિટ ખાતે 1707 કર્મચારી દ્વવારા જેટલા માતબર રક્ત યુનિટ એકત્રિત કરી આપતા પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર તેમજ ઇન્દુ બ્લડ બેંક અને હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ એ આભાર વ્યક્ત કર્યો હતો.