BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા ખાતે સંયુક્ત કર્મચારી મોરચો કાંકરેજ તાલુકા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પ્રેરિત સંયુક્ત કર્મચારી મોરચો કાંકરેજ તાલુકાના દ્વારા મંગળવાર તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ઓગડવિધા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

થરા ખાતે સંયુક્ત કર્મચારી મોરચો કાંકરેજ તાલુકા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પ્રેરિત સંયુક્ત કર્મચારી મોરચો કાંકરેજ તાલુકાના દ્વારા મંગળવાર તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ઓગડવિધા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં એકસાથે એક લાખ કરતા વધુ બોટલ એકત્રિત કરવાનો વર્લ્ડરેકોર્ડ નોંધાવવા માટે સમગ્ર રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ખુબ જહેમત કરવામાં આવી હતી.આ સમગ્ર આયોજન માં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ અને માધ્યમિક શિક્ષકસંઘ,આરોગ્ય સંઘ, સહિત તમામ કર્મચારી મંડળો દ્વારા ખુબ જહેમત કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પમાં બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસબેંક ડિરેક્ટર અણદાભાઈ પટેલ,થરામાર્કેટયાર્ડના નવનિયુક્ત ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, કાંકરેજ મામલદાર વસંતભાઈ પટેલ,ઘી કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી અને ગ્રાહક સહકારી મંડળી થરા ના ચેરમેન દશરથજી ઠાકોર, બ.કાં. જિલ્લા કિશાન મોરચાના ઉપ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર શિહોરી, થરા નગર પાલિકા પ્રમુખ ચેતનાબેન સોની,પૂર્વપ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, બિંદેશ્વરીદેવી ઝાલા,પ્રધાનજી ચેખલા સહિત શિક્ષકસંઘના હોદેદારો,અન્ય મંડળના હોદેદારો સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કાંકરેજ તાલુકામાંથી ચારસો ઉપર બોટલો એકત્રિત કરવામાં આવ્યું હતું એમ દશરજી ઠાકોરે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!