
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા – 21 ઓગસ્ટ : અહીંના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સમાજસેવા પ્રભાગ દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય ભૂતપૂર્વ પ્રશાસિકા રાજયોગિની દાદી ડો. પ્રકાશમણિજીની 18મી પુણ્યતિથિ તેમજ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન 23 ઓગસ્ટ, શનિવારે સવારે 8 થી 2 વાગ્યા સુધી બસ સ્ટેશન પાછળ, રોટરી હોલ મુન્દ્રા ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ સાથે દેશભરમાં 6000 થી વધુ કેન્દ્રો પર રક્તદાન કેમ્પો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ પુણ્યકાર્યમાં જોડાવા બ્રહ્માકુમારી સુશીલાદીદી તથા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશીએ રક્તદાન મહાદાનની ભાવનાથી કોઈ અજાણ્યા વ્યક્તિને મદદરૂપ થઈને વિશ્વ બંધુત્વની ભાવનાને વેગ આપવા અપીલ કરી હતી.આ રક્તદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ તેમજ સ્ટાફ, ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી, રોટરી ક્લબ તથા અદાણી ફાઉન્ડેશનના કાર્યકરો હાજર રહી સેવા આપશે.આ માનવતા સેવા માટેના પવિત્ર કાર્યમાં જે લોકોને રક્તદાન કરવાની ઈચ્છા છે તેમણે મુન્દ્રા સેવા કેન્દ્રના સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી સુશીલાદીદીના મોબાઈલ નંબર 9925204947 પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.તથા આ સાથે આપેલ ઓનલાઈન લીંક ઉપર જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. https://bksocialwing.org/camp/?camp=Rotary%20hall%20Mundra%20Kutch%20(Gujarat)




