વટારીયા ની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન થઇ
વાલીયા તાલુકાની શ્રી ગણેશ સુગર વટારીયાની આગામી ચાલુ થનાર પીલાણ સીઝન-૨૦૨૫-૨૬ માટે બોયલરની અગ્નિ પ્રદિપ્ત વિધી માં આદ્યશક્તિની નવલી નવરાત્રિના આઠમના શુભદિને આજરોજ તા: ૩૦-૦૯-૨૦૨૫ના રોજ સંપન્ન થઈ. આ શુભ અવસરે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, કસ્ટોડિયન કમિટી સભ્યશ્રીઓ જીતેન્દ્રસિંહ જાદવ, હરેન્દ્રસિંહ ખેર, માજી ડિરેકટર ધર્મેન્દ્રસિંહ મહીડા, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર તેમજ એ.પી.એમ.સી. વાલીયાના ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા સહિત સાથી ડિરેક્ટરશ્રીઓ,ખેડૂત આગેવાનો સંસ્થાના સભાસદ મિત્રો, ઇ.મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા અને અધિકારી–કર્મચારી મિત્રો હાજર રહ્યા હતાં.
ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગણેશ સુગર સ્થાપનાકાળથી જ ખેડૂતોના આર્થિક ઉત્થાન અને વિકાસની કામધેનુ બની કાર્યરત છે. ત્યારે આગામી પિલાણ સીઝન માટેના આગોતરા આયોજનના ભાગરૂપે પ્લાન્ટ સાઈટના કામો પણ પૂર્ણ કરવામાં આવેલ છે અને સમયસર ગણેશ સુગર ફેકટરી શેરડી પિલાણ કાર્ય પણ શરૂ કરશે