GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઘર આંગણે ભોજન સમારંભોની પરંપરા ત્યજીને બાળકોને પૌષ્ટિક ભોજન આપવાનું બોરુ શાળા પરિવારનું અનોખુ અભિયાન

તારીખ ૦૧/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના બોરુ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આંઠ ના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી દૂધ પાક, પુરીશાકનું પાકું ભોજન આપવામાં આવ્યું હતું.

શાળા પરિવારે નવી પ્રણાલી અપનાવીને અનાજનો વેડફાટ થતો અટકાવી,વર્ષો પુરાણી જૂની પરંપરાને ત્યજવાની કરેલ પહેલ આવકારદાયક બાબત છે.અગાઉ જન્મદિન,લગ્નતિથિ,લગ્ન કે મરણના સંજોગોમાં ઘર આંગણે આવા પ્રસંગો ઉજવવામાં આવતા હતા. તેમાં ખાસ કરીને વ્યક્તિના મરણ બાદ બારમું કે તેરમું કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી. તેમાં દાળ-ભાત, શાક અને લાડુનું જમણ આપવાની પ્રથા હતી. તેમાં મોટી ઉંમરના વ્યક્તિનું અવસાન થાય ત્યારે સૌ કોઈ તેરમું આરોગતા હતા.ગામમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે વર્ષોથી ચાલી આવતી બારમા, તેરમાની પરંપરામાં હવે સુધારો થતો જાય છે. મોટા ભાગે ઘર આંગણે આ પ્રકારના સમારંભ કરવાને બદલે ગામના આંગણવાડીઓ, બાલમંદિર, પ્રા. શાળાઓમાં તિથિભોજન આપવામાં આવી રહ્યાં છે.સારા-માઠા પ્રસંગો ઉપરાંત શાળામાં સ્થાપના દિન અંતર્ગત પણ ગામના દાતાઓ દ્વારા બાળકોને તિથિભોજન આપવામાં આવે છે. અનાજનો વ્યય થતો અટકે અને સરકાર મધ્યાહન ભોજન દ્વારા બાળકોને પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે કાર્યરત છે ત્યારે દરેક મહત્વના દિવસોને યાદગાર બનાવવા માટે તિથિભોજન દ્વારા દાન પુણ્યનો લ્હાવો લેવા માટે જાગૃત બનવાની જરૂર છે.

 

Back to top button
error: Content is protected !!