GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ ગામે રીફાઇ પબ્લિક સ્કૂલમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર એમ.એસ.આઇ.દાઉદ ના હસ્તે કરાયું.

 

તારીખ ૨૯/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરુ ગામમાં આવેલ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષણને નવી દિશા આપવા માટે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર એમ.એસ.આઈ. દાઉદ ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હઝરત સૈયદ કમાલુદ્દીન બાબા રીફાઇ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ પ્રસંગે સૈયદ મંઝૂર સાલેરી (વડોદરા), સૈયદ અબલૂ સાહેબ (જુનાગઢ), દાનિશ સૈયદ (યુકે),અયાઝ સૈયદ (સાઉથ આફ્રિકા) સહિત શાળાના સંચાલક હઝરત સૈયદ મોઇનુદ્દીન રીફાઇ ઉર્ફે નૈયરબાબા સહિત સ્કૂલના પ્રિન્સીપાલ, ટીચર્સ તથા વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રીફાઇ પબ્લિક સ્કૂલના સ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીન બાબા રીફાઇ સાહેબ સાથે ઉપસ્થિત દેશ વિદેશના મુખ્ય મહેમાનો એ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “લાઇબ્રેરી એ શિક્ષણનું હૃદય છે. વિદ્યાર્થીઓને જ્ઞાનના દરિયામાં ડૂબકી મારવા માટે આ લાઇબ્રેરી એક મહત્વપૂર્ણ સાધન બનશે. તેમણે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે સમર્પિત રહેવા અને પુસ્તકોને પોતાના શ્રેષ્ઠ મિત્ર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અહીં એવું કહેવું જરુરી છે કે,આ લાઇબ્રેરી થી વિદ્યાર્થીઓને અધ્યયન અને સંશોધન માટે નવી દિશા આપશે અને વિદ્યાર્થીઓને પુસ્તકો પ્રત્યે રુચિ જગાડવા તથા તેમને શિક્ષણમાં આગળ લઈ જવા માટે આ લાઇબ્રેરી ના પુસ્તકો વાંચીને બાળકો પરિક્ષા, પ્રોજેક્ટ,ડિબેટ, ક્વિઝ માં સારું પ્રદર્શન કરી શકે.એનાથી તેઓનું આત્મવિશ્વાસ વધશે.તેમ હાજર મુખ્ય મહેમાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!