BOTADBOTAD CITY / TALUKO

AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી

બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરવામાં આવી છે. બગોદરા ખાતે ઇસુદાન ગઢવીની અટકાયત કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેવામાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ‘2027ની ચૂંટણી પછી અમારી સરકાર બનવાની છે અને પહેલી જ કેબિનેટમાં આખે આખા ગુજરાતની પોલીસ ચેન્જ થઈ જશે.’

બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા ‘કડદા’ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.

છેલ્લા બે દિવસથી ખેડૂતો કપાસમાં થતાં કડદાને લઈને બોટાદ માર્કેટયાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, ત્યારે આજે રવિવારે (12 ઓક્ટોબર) બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની બગોદરા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!