BOTADBOTAD CITY / TALUKO

‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાનજીની પ્રતિમા નીચે ભીંતચિત્રનો વિવાદ, સંત સમાજમાં ભારે આક્રોશ 

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે. જેને તસ્વીરો ભક્તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે વધુ વિવાદ વધુ વકરી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બાટોદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રતિમા પ્રતિમાના ફાઉન્ડેશન ફરતી ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે. જેમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો વિશાળ અને ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ મંદિર પ્રશાસનને એક પીળા પ્લાસ્ટિકથી આ વિવાદિત ભીંતચિત્રો ઢાંકી દેવાની ફરજ પડી હતી. જોકે, જોકે બાદમાં પડદો પણ હટાવી દેવાયો છે.

હાલમાં પૂર્ણિમાને લઈ વડતાલમાં તડામાર તૈયારીઓ જારી છે. આમ બુધવારે જે બેઠક યોજાનારી હતી, એ બેઠક યોજાઈ શકી નહોતી. આ અંગેની બેઠક આગામી સમયમાં ક્યારે યોજાશે એ અંગેનો નિર્ણય કરવામાં હાલ આવ્યો નથી. જોકે ગુરુવારે પણ બેઠક યોજાય એવી કોઈ સંભાવનાઓ હાલમાં જણાતી નથી.

સાળંગપુર દાદાનુ અપમાન કરાયુ હોવાનુ વિવાદ સર્જાયો છે. બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નિચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

સાધુ સંતોએ વિરોધ કર્યો છે અને હવે ભિંત ચીત્રોને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે હવે શિહોર પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જ્યાં 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. શિહોર પોલીસને અરજી કરીને હવે સાળંગપુર મંદિર પ્રશાસનના સંતો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ તો જોકે વિવાદ સર્જાવાને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભીંત ચિંત્રોની ઉપર પીળા રંગનુ કપડુ ઢાંકીને વિવાદને ઠંડો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ મામલે સાધુ સંતોની બેઠક યોજાઈ શકે છેે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રો અંગે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પ્રતિક્રિયા આપી હતી. બાપુએ કહ્યું હતું કે સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા યોગ્ય નથી. આ ઘટના નિંદનીય છે. આ પ્રકારની મૂર્તિઓ હટાવી લેવા બાપુએ માંગ કરી હતી. મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ વિવાદિત ભીંતચિત્રો હટાવીને યોગ્ય તકતીઓ લગાવવા માંગ કરી હતી. બાપુએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કાર્ય અને કર્મ કરવા સૂચન કર્યું હતુ.

સાળંગપુર મંદિરમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામી સામે હાથ જોડી નમસ્કાર મુદ્રામાં હોય તેમ દર્શાવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વિવાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધ્યક્ષ સાળંગપુર મંદિર પહોંચ્યા હતા. VHPના કાર્યકરો મંદિરના કોઠારી વિવેક સાગરને મળ્યા હતા અને વહેલીમાં વહેલી તકે ભીત ચિત્રો દૂર કરવા માંગ કરી હતી.

બોટાદના સાળંગપુરમાં આવેલી કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ શરૂ થયો છે. અને આ મામલો છેક ભાવનગર સુધી પહોંચ્યો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા પોલીસ મથકમાં પગલાં લેવા અરજી કરવામાં આવી છે. જેમાં સાળંગપુર મંદિરના વહીવટ કરનારા સ્વામીઓ પર ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ છે.

હનુમાનજીના અપમાન વિવાદ મામલે મોરારી બાપુનું નિવેદન 

હનુમાન દાદાના અપમાનને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.

સાળંગપુર વિવાદ મામલે હર્ષદ ભારતી બાપુનું નિવેદન 

સાળંગપુરમાં સ્થાપિત તસવીરને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.

હનુમાનજીના અપમાનથી સંત સમાજમાં ભારે આક્રોશ 

કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. ‘કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. ‘દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે. આમ એક બાદ એક વાક પ્રહારો કરી  મણિધરબાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!