GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
નેશનલ તાઇકવાંડો ચેમ્પિયનશિપમાં દહેરાદૂન ખાતે બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારતી જૈવી પંડ્યા
તારીખ ૨૮/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મૂળ કાલોલના અને હાલ ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ.હેતાર્થ અવિનાશ પંડ્યાની પુત્રી જૈવી પંડ્યા એ તેમના કોચ પ્રગ્નેશ મેસરીયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે યોજાયેલ ૧૫મી નેશનલ તાઇકવાંડો ચેમ્પિયનશિપ એપ્રિલ ૨૦૨૫માં જુનિયર લેવલ ૨૯ કિ.ગ્રા.થી ૩૨ કિ.ગ્રા.માં સિલ્વર મેડલ જીતી બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે તથા હાલની પરિસ્થિતિમાં દીકરીઓના બૌધિક વિકાસ સાથે શારીરિક રીતે સક્ષમ બનાવવાના પ્રયાસો માટે પ્રેરણા આપનાર તેમના માતા-પિતાને અને વિજેતા દીકરીને કાલોલ બ્રહ્મ સમાજ અભિનંદન પાઠવે છે.