આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
11 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તારીખ:- ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ ખાતેથી શ્રીમતી સરિતાબેન રમણભાઈ રાણા જેઓ ફાઉન્ડેશનના સદસ્ય છે તેઓ આવીને કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મહિલા અધ્યાપિકાઓ ને બ્રેસ્ટ કેન્સર શું છે? કઈ રીતે થાય છે? તેના લક્ષણો શું? અને કઈ રીતે તેનો સેલ્ફ ચેકીંગ કરવું તેની ખૂબ જ સરસ રીતે સમજ પૂરી પાડી હતી.અને તેની સાથે તેઓને સર્વાઇકલ કેન્સરની પણ વાત કરી હતી અને તેની HPV વેક્સિનની સમજ આપી હતી.આ સેમિનાર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓને બુકલેટ પણ આપવામાં આવી હતી.ત્યારબાદ કોલેજ તરફથી બેન શ્રી સરિતા બેનનો આભાર માનવામાં આવ્યો હતો અને સેમિનાર પૂર્ણ કર્યો હતો.