જીલ્લા અને તાલુકા કક્ષાની રમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા ભોઈ સમાજનું ગૌરવ વધાર્યું

તારીખ ૧૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અંતર્ગત હાલમાં સમગ્ર ગુજરાતમાં ખેલમહાકુંભ ૩.૦ નો પ્રારંભ થયો છે ત્યારે તેમાં સમગ્ર ગુજરાતભરના બાળકો, યુવાનો તથા પ્રૌઢ ભાઈઓ – બહેનો વિવિધ પ્રકારની ઇન્ડોર તથા આઉટ ડોર રમતોમાં ભાગ લઈ પોતાનામાં રહેલી વિશિષ્ઠ ક્ષમતાને વિકસાવવા આગળ આવી રહ્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભોઈ સમાજના બે યુવાનો પ્રીતકુમાર અર્પિતભાઈ ભોઈ દ્વારા જિલ્લા કક્ષાની અંદર ૧૭ વયજૂથની જૂડો સ્પર્ધામાં દ્વિતીય ક્રમ તથા ઉજ્જવલકુમાર પ્રવીણભાઈ ભોઈ દ્વારા તાલુકા કક્ષાની અંડર ૧૭ વયજૂથની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા, ગામ તથા સમગ્ર પંચમહાલ જિલ્લા ભોઈ સમાજને ગૌરવ અપાવ્યું છે. બંને યુવાનો ભવિષ્યમાં બીજા યુવાનોના પ્રેરણારૂપ બની આમ જ સમાજને ગૌરવ અપાવતા રહે તેવી પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ અપેક્ષા વ્યક્ત કરે છે.





