AHAVADANGGUJARAT

આહવા નગરને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણીનાં વિરોધમાં BSP અને BVF પાર્ટીએ જિ. પં. પ્રમુખને રજુઆત કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

હાલમાં થોડા દિવસ અગાઉ ડાંગ જિલ્લા પંચાયતનાં સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ હરીશભાઈ બચ્છાવ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી અને આહવા નગરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે આ માંગણીના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી અને બી.વી. એફ. સંગઠન દ્વારા વિરોધ નોંધવામાં આવેલ છે.અને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખને આવેદનપત્ર પાઠવીને હરીશભાઈ બચ્છાવનાં આવેદનપત્રને ખારીજ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોમાં અનુસુચિત પાંચ 244 સમતા જજમેન્ટ 1996માં આદિવાસીઓના મૌલિક અધિકારો આપવામાં આવેલ છે.તેવામાં અનેક ગેરબંધારણીય કાનુન લાવી આદિવાસીઓને પોતાના અધિકારોથી બેઘર કરવાનાં ષડયંત્ર ચાલી રહેલ છે.તેવામાં ડાંગ જિલ્લો ટ્રાયબલ એરિયા 99 ટકા સંપુર્ણ આદિવાસી વિસ્તાર ધરાવે છે.આહવા નગરને નગરપલિકાની માંગણી એ આદિવાસીઓ ઉપર જીવન જરુરિયાતનાં સાધનો પર જીવલેણ હુમલો છે.તેવામાં આહવા નગરની નગર પાલિકાની માંગણીને લઈ બસપા અને બી.વી.એફ. સંગઠન દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.તેમજ નગર પલિકામાં જે રીતે વિકાસના કામો બતાવવામાં આવે છે.તેજ રીતે આદિવાસીઓને નુકશાન પણ છે.ગ્રામસભાના આધારે સ્થાનિક સંસાધનો પર ગામના લોકોનો અધિકાર રહેશે.પરંતુ નગર પાલિકામાં આદિવાસીઓના અધિકાર અને લોકોની માન્યતા ખતમ થશે.સામુદાયીક વન પ્રબંધન સમિતીનું ગઠન ગ્રામસભામાં હોય તે પણ અધિકારો આ નગર પાલિકામાં નાબુદ થશે.ગ્રામ પંચાયતની જમીન ખનીજ સંપત્તિ અને નાની વન પેદાશોનું રક્ષણ અને સંરક્ષણ કરવાનો અધિકાર પંચાયત પાસે છે.પરંતુ નગર પાલિકામાં સંપુર્ણ અધિકારોનો ખાતમો થશે તેમ છે.ડાંગ જિલ્લા અનુસુચી પાંચમીનાં વિસ્તારમાં આવે અને ગ્રામ પંચાયતને અનુસુચિત ક્ષેત્રોમાં વિસ્તારના અધિનિયમ 1996નાં પૈસા કાનુનની શક્તિઓ આપેલ છે.પરંતુ જો નગર પાલિકા આવશે તો 1996નો પૈસા કાનુનની શક્તિઓથી હાથ ધોવા પડશે.બિનઆદિવાસી વ્યક્તિઓ ખોટી રીતે જમીન પર કબ્જો કરી શકશે નહી. જો કોઇ આવું કરશે તો ગ્રામ સભાને હસ્તકક્ષેપ કરવાનો અધિકાર રહેશે.પરંતુ નગર પલિકામાં આ અધિકારો પણ જતા રહેશે. મહેસુલી રેકોર્ડમાં કોઈ ભુલ જણાઇ તો ગ્રામસભા સુધારા માટે ભલામાણ કરી શકે છે.અને જો મહેસુલી વિભાગ દ્વારા એમના મન ફાવે ગામથળ જમીન અન્ય વ્યક્તિને ફાળવી આપે તો પંચાયત એને ખારીજ કરવા માટે સક્ષમ રહેશે. તે પણ આ નગર પાલિકામાં અધિકારો જતા રહેશે.લોકોનું કામ પહેલા પંચાયત કક્ષાએ સાંભળવામાં આવતુ હતું પરંતુ  તેના માટે નગર પાલિકામાં જવુ પડશે. જેથી લોકોને ત્રાસહિતનો સામનો કરવો પડશે તેમ છે.વૃદ્ધ અને વિકલાંગ ઉર્ફે દિવ્યાંગ વ્યક્તિઓને પેન્શન માટે સંબંધિત વિભાગોને સંપર્ક કરવો પડશે. તેવામાં નગર પલિકામાં દિવ્યાંગ અને વૃદ્ધોનાં મૌલિક અધિકારોના ખાતમો થશે.જે તે સમય આવાસ મકાન માટે પોતાની માલિકીની જમીન કે પછી આપેલી સંમતી જમીન પર મકાન બાંધી શકતા હતા,પરંતુ નગર પાલિકાના કારણે ફરિજીયાત નકશાની મંજુરી લેવી પડશે અને પોતાનાં નામનો પ્લોટ બતાવવો પડશે તેમ છે.નગર પાલિકામાં મનરેગાથી થતા વિકાસના કામો બંધ થશે. તેવામાં લોકો બેરોજગાર બનશે તેમ છે. આવા અનેક ગેરફાયદા ગણાવી ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને સંબોધતું આવેદનપત્ર BSP અને BVF સંગઠન દ્વારા આપવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!