ANANDANAND CITY / TALUKOGUJARAT

બુલેટ ટ્રેન:આણંદ(નડિયાદ) સ્ટેશનમાં કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ

બુલેટ ટ્રેન:આણંદ(નડિયાદ) સ્ટેશનમાં કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ

તાહિર મેમણ – આણંદ – 15/11/2024 – અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનનું સ્વપ્ન આકાર લઈ રહ્યું છે.. આ પ્રોજેક્ટ હેઠળ નડિયાદ અને આણંદ રોડ પર ઉત્તરસંડા પાસે બની રહેલા પુલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ગડર લગાવી હવે એલિવેશનની કામગીરી ચાલી રહી છે. આ પુલ બુલેટ ટ્રેન માટે મહત્વનું કડીનું કામ કરશે. આણંદ(નડિયાદ) સ્ટેશનમાં કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ લેવલ સ્લેબનું કાસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે આ સ્ટેશન આણંદ શહેરની ઓળખ સમાન સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન પ્રવાહી પ્રકૃતિ, આકાર અને દૂધના ટીપાંના રંગમાંથી પ્રેરિત કરવામાં આવશે, આ બધા કામો સૂચવે છે કે, પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આણંદ (નડિયાદ)માં શ્વેત ક્રાંતિની ઝલક જોવા મળશે.

Back to top button
error: Content is protected !!